વિદ્યાર્થીમિત્રો,

આપની સેમ-4 તથા સેમ-6ની Compulsory English વિષયની કોલેજ દ્વારા લેવાતી આંતરીક પરીક્ષા તા: 10મી માર્ચે ગૂગલ ફોર્મ દ્વારા ઓનલાઈન લેવામાં આવશે.
સેમ-4ની પરીક્ષાનો સમય સવારના 8:30 થી 9:30 કલાકનો રહેશે અને સેમ-6ની પરીક્ષાનો સમય સવારના 10:00 થી 11:00 કલાકનો રહેશે.

 • આ પરિક્ષા ઓનલાઈન હોવાથી પરિક્ષા આપવા માટે કોલેજમાં આવવાનું રહેશે નહીં. આપના મોબાઈલ ફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટર દ્વારા ઘેરથી જ પરિક્ષા આપવાની રહેશે.
 • ગૂગલ ફોર્મની જે લિંક દ્વારા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની છે તે લિંક તા: 10મી માર્ચે પરિક્ષાનો સમય શરૂ થાય ત્યારે તમામ મુખ્ય વિષયના Whatsapp Groupમાં તથા કોલેજના Telegram Groupમાં મોકલવામાં આવશે.
 • આપણી કોલેજના વિદ્યાર્થીઓ એકબીજાને આ લિંક મોકલી તે લિંક દ્વારા સહેલાઈથી પરિક્ષા આપી શકશે.
 • આ પરિક્ષા આપવા માટે માઈક્રોસોફ્ટ ટીમ્સમા જોડાવાની કોઈ જ જરૂર નથી.
 • ઓનલાઈન પરિક્ષા આપવા માટેની આ લિંક પરીક્ષા શરૂ થવાના સમયથી પરીક્ષા પૂરી થવાના સમય સુધી કાર્યરત(active) રહેશે.
 • પરીક્ષાનો સમય પૂરો થયા બાદ લિંક ઓપન થઈ શકશે નહીં.
 • તમામ 25 પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે.
 • એક પણ પ્રશ્નનો વિકલ્પ પસંદ કરવાનો બાકી રહી જશે તો ગૂગલ ફોર્મ સબમિટ થઈ શકશે નહીં.
 • તમામ 25 પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સબમિટ કરવાનું ભૂલશો નહીં.
 • ગૂગલ ફોર્મ સબમિટ કરવાનું બાકી રહી જશે તો આપની પરિક્ષામાં ગેરહાજરી ગણાશે.
 • દરેક વિદ્યાર્થી એક જ વખત ગૂગલ ફોર્મ દ્વારા પરિક્ષા આપી શકશે.