શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે યોજાઈ રંગોળી અને ચિત્ર સ્પર્ધા
તા:23/8/2021

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ આજે તા:23/08/2021ના રોજ રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતા. કોરોના મહામારી અંગે સરકારશ્રીની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલી આ સ્પર્ધામાં સહુએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રા. હુમા નિઝામી તેમજ પ્રા. ડો. પારૂલ રંગપરીયાએ નિર્ણાયકો તરીકે સેવા આપી હતી.

રંગોળી સ્પર્ધામાં નીચે મુજબના સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા.

  • શાહ જય વી. સેમ-૫
  • નિષાદ સાધના સેમ-૫
  • મમતા વાઘેલા સેમ-૫

ચિત્ર સ્પર્ધામાં નીચે મુજબના સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા.

  • પરમાર અનિલ એન. સેમ-3
  • પ્રિયા બારોટ સેમ-3