‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આંતર કોલેજ ક્વિઝ સ્પર્ધા

શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૫/૦૯/૨૦૨૧ શનિવારના રોજ ૩:૦૦થી ૬:૩૦ કલાક દરમિયાન જીએલએસ ઓડિટોરિયમ ખાતે ગુજરાત યુનિવર્સિટી કક્ષાની આંતરકોલેજ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ક્વિઝ સ્પર્ધા બે તબક્કાઓમાં વહેંચાયેલી હતી. જેના પ્રથમ તબક્કામાં તારીખ ૭/૦૯/૨૦૨૧ના રોજ લેખિત પરીક્ષા લઇને તેમાં પ્રાપ્ત મેરીટને આધારે ફાઇનલ સ્પર્ધા માટે કુલ પાંચ શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ગુજરાત યુનિવર્સિટી કક્ષાની કુલ-૧૩ કોલેજોએ ભાગ લીધો હતો, જેમાંથી ફાઈનલ માટે પાંચ ટીમ પસંદગી પામી હતી. આ પાંચેય ટીમ તારીખ ૨૫/૦૯/૨૦૨૧ના રોજ ફાઇનલ ક્વિઝમાં સ્પર્ધકો તરીકે જોડાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ક્વિઝ સ્પર્ધાના કો-ઓર્ડીનેટર ડો.અંજના પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતુ. કડી સર્વ વિશ્વવિદ્યાલયના કોમર્સ અને એકાઉન્ટન્સી વિષયના યુવાન પ્રાધ્યાપક હર્ષ ત્રિપાઠી દ્વારા સમગ્ર ક્વિઝ સ્પર્ધાનું સુચારુ સંચાલન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ક્વિઝના તમામ પ્રશ્નોને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી પીપીટી દ્વારા તૈયાર કરવામાં પ્રા. હુમા નિઝામી, પ્રા. ડૉ. જયેશ માંડણકા તેમજ શ્રી તુષારભાઈ ઉપાધ્યાયનો સહકાર સાંપડ્યો હતો. ક્વિઝના સ્કોરર તરીકે પ્રા. વિક્રમ ચૌધરી અને પ્રા. ડૉ. અશોક ડમકલેએ ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી કક્ષાની આ ક્વિઝ ખૂબ જ રસાકસી ભરી રહી હતી. સ્પર્ધા દરમિયાન પ્રેક્ષકોને પણ પ્રશ્નો પૂછી તેઓને સહભાગી કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ આવનાર બે ટિમો વચ્ચે કુલ ચાર વખત ટાઈ પડી હતી. છેવટે નિર્ણાયકશ્રીઓએ સમાન સર્વાધિક ગુણાંક પ્રાપ્ત કરનાર બંને ટીમને પ્રથમ વિજેતા ટીમ તરીકે જાહેર કરી હતી. પ્રથમ વિજેતા ટીમ શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થી સભ્યોમાં ઝાલા કરણસિંહ (સેમેસ્ટર ૫) મિયાત્રા ચિરાગ (સેમેસ્ટર ૫) શેખ સજ્જાદ હુસેન (સેમેસ્ટર ૫)નો સમાવેશ થયો હતો. જ્યારે અન્ય પ્રથમ વિજેતા ટીમ શ્રી એચ કે આર્ટ્સ કોલેજ રહી હતી. દ્વિતીય વિજેતા બે ટીમમાં સિટી સી યુ શાહ કોમર્સ કોલેજ અને સી યુ શાહ આર્ટસ કોલેજનો સમાવેશ થતો હતો. જ્યારે શ્રી આર.એસ.પટેલ કોલેજ તૃતીય વિજેતા ટીમ જાહેર થઈ હતી.

આ આંતરકોલેજ ક્વિઝ સ્પર્ધા કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ઉપાસના સ્કૂલ ઓફ મ્યુઝિકના કુ. લતિકા સિંઘ દ્વારા પ્રાર્થનાગાન કરવામાં આવ્યું હતું. શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજના એડમિનિસ્ટ્રેટિવ ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શ્રીમાળી દ્વારા કોલેજમાં છેલ્લા એક માસથી સફળતાપૂર્વક યોજાયેલ વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓનો ચિતાર આપી તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક સહભાગી થયેલ સમગ્ર સ્ટાફની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ આજની યુવા પેઢીને આઝાદીનું ખરુ ગૌરવ અને મૂલ્ય સમજાય તથા તેઓમાં રાષ્ટ્રીય અસ્મિતા પ્રગટે અને તેઓમાં રાષ્ટ્ર માટે સમર્પિત થવાની ભાવના જાગે તેવું વાતાવરણ રચવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે કોર્ડીનેટર ડૉ.અંજના પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સભા સંચાલન પ્રા. ડૉ. ક્ષિપ્રા પુરાણી અને પ્રા. ડૉ. જયેશ માંડણકા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેજ વ્યવસ્થામાં ડો. કવિતા આનંદ, ડો. અપૂર્વ મહેતા, શ્રી નીલેશભાઈ વોરા, શ્રી બળદેવભાઇ, શ્રી ચંદુભાઈ અને શ્રી ખોડીદાસનો સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ.બાબુભાઈ પંચાલ અને એનએસએસના વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા જીએલએસ તરફથી કરવામાં આવી હતી, જેમાં પ્રા. નરેન્દ્રભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું હતું. સમગ્ર અમૃત મહોત્સવના કો-ઓર્ડિનેટર તરીકે પ્રા. અમૃતભાઈ પટેલની અમૂલ્ય સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો.

quiz-round-1