શ્રીમતિ એલ & સી મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થી ત્રિપાઠી અભિજિત ગુજરાત સ્ટેટ રેસલીંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩માં સુવર્ણચંદ્રક વિજેતા થયા ગુજરાત સ્ટેટ રેસલીંગ એસોસીએશન દ્વારા જયદીપ્તસિંહજી સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, દેવગઢબારીયા, જી. દાહોદ ખાતે તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાયેલ ગુજરાત સ્ટેટ રેસલીંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩ જુનિયર(અંડર ૨૦)માં ૭૨ કિલોગ્રામ વર્ગમાં શ્રીમતિ લક્ષ્મીબેન એન્ડ શ્રી ચીમનલાલ મહેતા આર્ટ્સ કોલેજના વિધાર્થી ત્રિપાઠી અભિજિતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન!