પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ

પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ તા: 11/02/2021ના રોજ યોજાયો હતો. કોરોનાકાળમાં દુર્લભ બનેલ પ્રત્યક્ષ શિક્ષણ માટે સાનુકૂળ વાતાવરણ થતાં જ કોરોના અંગેની માર્ગદર્શિકાઓના સંપૂર્ણ અમલ સાથે આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો મહિમા અને પરિચય કરાવતો સુંદર કાર્યક્રમ કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા સાથે મળીને ઘડી કાઢ્યો હતો. વિદ્યાર્થીઓ પણ તેમાં ખૂબ રસપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરને સુનિશ્ચિત કરતી વિવિધ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના લાભાર્થે કોલેજમાં ઉપલબ્ધ સેવાઓ-સુવિધાઓ અંગે ઉપયોગી વિગતવાર માહિતી અધ્યાપકોએ પૂરી પાડી હતી. કોલેજના એડમિનીસ્ટ્રેટિવ ઈન્ચાર્જ પ્રો. ડો. પંકજભાઈ શ્રીમાળીએ સહુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરતું સ્વાગત ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ સિટી સી યુ શાહ કોલેજના આચાર્યશ્રી ત્રિવેદી સાહેબે વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવતું મનનીય વક્તવ્ય આપ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ આપતી સામગ્રીઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોલેજના આત્મીયઅને પ્રોત્સાહક વાતાવરણને માણીને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.