મકરસંક્રાંતિના પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીના હેતુથીશ્રીમતિ એલ & સી મહેતાઆર્ટસ કોલેજમાંસંસ્થાના વહીવટી વડા ડૉ. બાબુલાલ સી, પંચાલના માર્ગદર્શનથી“મકરસંક્રાંતિ અને સલામતી”વિષય પર પ્રિ.ડૉ.એસ.કે.ત્રિવેદી અને ડૉ.મોહન ચવડાના તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સલામત રીતે ઉત્તરાયણની ઉજવણી કરવા અંગે જાગૃતિ સર્જાવા માટે તે અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હજાર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.