શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં યોજાયુ વિદ્વતાસભર વિશેષ વ્યાખ્યાન
તા:25/8/2021

શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદના અંગ્રેજી વિભાગ દ્વારા આજે તા:25/08/2021 બુધવારના રોજ સવારે 9:00 કલાકે માઈક્રો સોફ્ટ ટીમ્સ પર વિદ્વતાસભર વિશેષ ઓનલાઇન વ્યાખ્યાન યોજાયુ હતું જેમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગના પ્રારંભે કોલેજના એડમિનિસ્ટ્રેટીવ ઈન્ચાર્જ ડો. પંકજભાઈ શ્રીમાળીએ ભારતીય અંગ્રેજી સાહિત્યના ઐતિહાસિક સંદર્ભો અંગે પ્રેરક અને મનનીય વકતવ્ય દ્વારા વિષયપ્રવેશ કરાવ્યો હતો.

અને ત્યારબાદ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગાંધી નગરના અધ્યાપક પ્રોફેસર વૈભવ કોઠારીએ Indian Literature in English Language : An Overview વિષયક વિદ્વતાસભર અને રસપ્રદ વ્યાખ્યાનમાં શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતાં. કોલેજના દ્વિતીય અને તૃતીય વર્ષના અંગ્રેજી મુખ્ય વિષયના અભ્યાસક્રમના મહત્વના વિષય પરની સતત દોઢ કલાક સુધી અસરકારક રજૂઆતથી વિદ્યાર્થીઓને સઘન અભ્યાસની પ્રેરણા મળી હતી. વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન અંગ્રેજી વિભાગના વડા ડો. ક્ષિપ્રા પુરાણી અને પ્રા. ડો. જયેશ માંડણકાએ કર્યું હતું.