સ્ટેટ ઇલેક્શન કમિશન, ગુજરાત, શ્રીમતી એલ એન્ડ સી મેહતા આર્ટસ કોલેજ અને ગ્રાન્ડ એકડમિક પોર્ટલ દ્વારા આજ રોજ તા: 03/04/2021 નેશનલ લેવલના એક વેબીનારનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં 3526 યુવાનો અને વિદ્વાનોએ ભાગ લીધેલ હતો. આ વેબીનારમાં ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, સીનિયર એડવોકેટ અને ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ હિમાંશુ પંડયા, હિમાચલ પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસર ડૉ રુચિ સપૈયા, કોલેજ મેનેજમેંટ એસોશિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ડૉ દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડૉ હરપાલ રાણા અને ગુજરાત રાજ્યના ચૂંટણીપંચના સચિવ શ્રી મહેશ જોશી દ્વારા Constitution,Election &Youthજેવા સાંપ્રત વિષય પર માનનીય વકતવ્યો રજૂ થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એલ એન્ડ સી મેહતા આર્ટસ કોલેજના વિદ્વાન આચાર્ય ડૉ.પંકજ શ્રીમાળી અને ગ્રાન્ડ એકેડમિક પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાષ્ટ્રના ભાવિના નિર્માણમાં યુવાનો, બંધારણ અને ચૂંટણીની ભૂમિકા અંગે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનોથી સહુ પ્રેરિત થયા હતા.

whatsapp-image-2021-04-03-at-12.52.54-pm