તા: 1/6/2021સાતમા વિશ્વ યોગ દિવસના રોજ શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિવાર તેમાં ઉત્સાહપૂર્વક જોડાયો હતો. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશકુમાર પટેલ તથા શ્રીમતી અંજુબેન પટેલે સવિસ્તાર સમજૂતી સાથે યોગ નિર્દર્શન તેમજ યોગાભ્યાસ કરાવ્યો હતો. તેઓએ સ્વાસ્થ્ય જાળવણીનું મહત્વ સમજાવી તે માટે ઉપયોગી પ્રારંભિક કસરતો, પ્રાણાયામ તેમજ યોગાસનોની તાલીમ આપી હતી. કાર્યક્રમના આરંભે ડો. બી. જે. અમીન સાહેબે સંસ્કૃતમાં પ્રાર્થના ગાન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. બાબુભાઈએ તેમજ આભારવિધિ ડો. કવિતા આનંદે કરી હતી.