શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કૉલેજ અમદાવાદ મુકામે તારીખ 30/11/22 ના રોજ એન એસ એસ વિભાગ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતોના ગાન બાદ ઈતિહાસ વિભાગના અધ્યાપક ડૉ. પંકજભાઈ શ્રીમાળી દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે ખુબજ રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કૉલેજના વહીવટી ઇનચાર્જ ડૉ. બાબુલાલ સી. પંચાલ સાહેબે પણ પ્રસંગોચિત પ્રેરક ઉદબોધન કર્યું હતું.

ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ અવશ્ય મતદાન કરવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના વહીવટી ઇનચાર્જ ડૉ. બાબુલાલ સી. પંચાલ સાહેબના માર્ગદર્શન અનુસાર પ્રાધ્યાપક ડૉ. અશોકભાઈ ડમકલે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૉલેજના સમગ્ર કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. વળી આ પ્રસંગે વિદ્યાર્થીઓં દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપતી સુંદર રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી.