તા: 03/09/2021 ના રોજ કોલેજના હિન્દી વિભાગ દ્વારા “હિન્દી ભાષા ઔર રોજગાર” વિષય પર સદ્ગુણા ગર્લ્સ અને બીડી આર્ટ્સ કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ અને કવિ તથા સાહિત્યકાર ડો. ધિરાજભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓએ મનનીય વક્તવ્ય મન ભરીને માણ્યું હતું. તેઓએ ભાષાના વિદ્યાર્થીઓએ માટે અનુવાદ, રેડિયો, ટેલિવિઝન, અખબાર, નાટ્યલેખન, સિનેમા વગેરે ક્ષેત્રે ઉપલબ્ધ વ્યાવસાયિક તકોની રસપ્રદ માહિતી આપી હતી.