preloader

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે યોજાઈ દેશભક્તિ ગાન સ્પર્ધા

શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે યોજાઈ દેશભક્તિ ગાન સ્પર્ધા

તા:21/8/2021

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ આજે તા:21/08/2021 શનિવારની સવારે 9:00 કલાકે દેશભક્તિ ગાન સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતા. કોરોના મહામારી અંગે સરકારશ્રીની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલી આ સ્પર્ધામાં સહુએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સહુને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના એડમિનિસ્ટ્રેટીવ ઈન્ચાર્જ ડો. પંકજભાઈ શ્રીમાળીએ આઝાદીની ચળવળમાં માતૃભૂમિના ગૌરવ અંગે પ્રેરક અને મનનીય વકતવ્ય દ્વારા રાષ્ટ્રવાદનો ખ્યાલ સુસ્પષ્ટ કરી સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો.

પ્રા. અપૂર્વભાઈ મહેતા તેમજ પ્રા. અશોકભાઈ ડમકલેએ નિર્ણાયકો તરીકે તેમજ પ્રા. કવિતાબેન આનંદે ઉદ્ઘોષક તરીકે સેવા આપી હતી. આજની સ્પર્ધામાં નીચે મુજબના સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા.

  • સેનમા ચમન સેમ-૫
  • તરલ કામિની સેમ-૫
  • અન્સારી રુસદા સેમ-૫