preloader

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત

તા:2/9/2021

ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે FIT INDIA PROGRAM અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે ડો. બી.જે. અમીન સાહેબે પ્રાર્થનાનું ગાન કર્યું હતું. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોળકાનાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તેમજ શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી ડો. નરેન્દ્રસિંહ આર. ક્ષત્રિય દ્વારા યોગ્ય કસરત અને આહાર દ્વારા સુસ્વાસ્થ્યની જાળવણી કરવા માટેની વ્યવહારુ અને ઉપયોગી અમૂલ્ય માહિતીસભર આ વ્યાખ્યાનને યુવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન તેમજ ઓફલાઇન એમ બંને રીતે માણ્યું હતું. વ્યાખ્યાનને અંતે કોલેજના એડમિનિસ્ટ્રેટીવ ઈન્ચાર્જ ડો. પંકજભાઈ શ્રીમાળીએ ઉપસ્થિત તમામને પોતાના દૈનિક ક્રમમાં કસરતનો સમાવેશ કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. બાબુભાઇ પંચાલે કર્યું હતું. આભારદર્શન ડો. રસિક પટેલે કર્યું હતું.