Welcome to L & C Mehta Arts College
Smt. L & C Mehta Arts College is managed by Gujarat Law Society (GLS), a premier educational group since 1927 which houses nearly 29 institutes colleges in diverse academic fields such as arts, commerce, law, management, computer applications and professional courses. GLS was founded by such luminaries as Shri Sardar Vallabhbhai Patel, Sheth Shri Kasturbhai Lalbhai and Shri Ganesh Mavlankar more than 90 years back.
Notice Board
Message From Administrative In-charge
નમસ્કાર!
શ્રીમતી લક્ષ્મીબેન એન્ડ શ્રી ચીમનલાલ મહેતા આર્ટ્સ કોલેજની વેબસાઈટ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
આપણી માતૃસંસ્થા એટલે કે કેળવણીના ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં અગ્રેસર એવી ગુજરાત લો સોસાયટીની સ્થાપના 1927માં શ્રી ગણેશ માવળંકર, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી થઈ હતી, જે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટના છે.
આપણી કોલેજ પણ એક સુદીર્ઘ અને ગૌરવવંતો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. આપણા પૂર્વ આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને વહીવટી કર્મચારીઓએ શિક્ષણ અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે યોગદાન આપ્યું છે. આપણાં ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ અને પ્રગતિના શિખરો સર કરીને રાષ્ટ્રના નિર્માણમાં અનેરો ફાળો આપ્યો છે.
તે જ પરંપરામાં ડૉ. શ્રી. સુધીરભાઈ નાણાવટીના નેતૃત્વ હેઠળના વર્તમાન સંચાલક મંડળના માર્ગદર્શન અનુસાર અમે સૌ અધ્યાપકો અને કર્મચારીઓ વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા માટે સદા પ્રતિબદ્ધ, કટિબદ્ધ અને કાર્યરત રહીએ છીએ.
આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારત દેશમાં જૂન 2023થી નવી શિક્ષણ નીતિ – 2020 અમલમાં આવેલ છે. આ અદ્યતન શિક્ષણનીતિનો હેતુ વિદ્યાર્થીઓને વધુ કૌશલ્ય યુક્ત અને રોજગાર સક્ષમ બનાવી વિશ્વ ફ્લક પર સ્પર્ધાત્મક ક્ષેત્રે પ્રગતિ કરી શકે તેવા આત્મનિર્ભર બનાવવાનો છે. શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે ઉપલબ્ધ થતી નવી-નવી તકો અને પડકારોને ઝીલી શકે તેવા જાગૃત, સક્ષમ, જવાબદાર અને માનવતાસભર મૂલ્યનિષ્ઠ ભાવિ નાગરિકના નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનાં સન્નિષ્ઠ ધ્યેય સાથે આપણે સદા કાર્યરત રહીશું.
-ડો. બી.સી. પંચાલ
એડમિનિસ્ટ્રેટિવ ઈન્ચાર્જ