preloader

STUDENTS CORNER

Basics of Vernacular Innovation વિષયક સર્ટિફાઇડ કોર્સ

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Basics of Vernacular Innovation વિષયક સર્ટિફાઇડ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજના અધ્યાપકો ડૉ.જયેશકુમાર માંડણકા અને ડૉ. અશોકભાઇ ડમકલે તેમજ ૧૪ વિદ્યાર્થીઓએ આ કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તા: ૨૪ જાન્યુઆરી, ૨૦૨૨ થી તા: ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન યોજાયેલા ૧૫ સત્રોમાં Motion Blocks, Looks Blocks, Sound Blocks, Event Blocks, Control Blocks, Sensing Blocks, Operators Blocks, અને Variable Blocks સહિત વિવિધ બ્લોક પ્રોગ્રામિંગની મૂળભૂત બાબતો શીખવવામાં આવી હતી. આ તાલીમનો સમગ્ર અભ્યાસક્રમ Microsoft Teams પ્લેટફોર્મ પર ઓનલાઈન શીખવવામાં આવ્યો હતો. દરેક સત્ર પછી જે તે સત્રના વિષયને અનુલક્ષીને સત્ર દીઠ આપવામાં આવેલા એસાઇનમેન્ટ અને ફીડબેક ફોર્મ્સ ભરવા અનિવાર્ય હતા. આ કોર્સ અંતર્ગત સરકારશ્રીના નિર્દેશ મુજબ સાયન્સ સિટી ખાતે આયોજિત Climate Change Programme 2022 અંતર્ગત સ્ટાર્ટ-અપ પોલિસી અંતર્ગત એક્ઝિબિશની સાયન્સ સિટી, અમદાવાદ ખાતે તા: ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ શ્રીમતી એલ એન સી મહેતા આર્ટસ કોલેજ અમદાવાદના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનમાં રજૂ થયેલા વિવિધ નવીન સ્ટાર્ટ અપ્સ અંગે રસપ્રદ જાણકારી મેળવી હતી.

  • Seminars/Workshops
  • NSS
  • Study Tours/ Visits
  • “Abhivyakti” Arts and Crafts Exhibition
  • Youth Festival
  • Saptadhara
  • Sports
  • Book Club
  • Film Club