*ખેલ મહાકુંભ અમદાવાદ વોર્ડ/ઝોન કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓનો જ્વલંત વિજય*

ખેલ મહાકુંભ અમદાવાદ વોર્ડ/ઝોન કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્તમ દેખાવ કર્યો હતો. જેમાં સેમેસ્ટર ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુમારી રૂપમસિંઘ ૮૦૦ મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા એટલું જ નહીં તેઓએ ૧૫૦૦ મી દોડની સ્પર્ધા પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વળી સેમેસ્ટર ૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કિરણ ચૌહાણે ૩૦૦૦ મી દોડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.તે ઉપરાંત તેઓ લાંબી કૂદ સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાને વિજેતા થયા હતા. ગૌરવવંતા આ બંને રમતવીરોને સમગ્ર કોલેજ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન!