અહેવાલ: શ્રીમતી લક્ષ્મીબેન ચીમનલાલ મહેતા આર્ટસ કોલેજ ખાતે પુસ્તકાલય માર્ગદર્શન વ્યાખ્યાન
સ્થળ: શ્રીમતી લક્ષ્મીબેન ચીમનલાલ મહેતા આર્ટસ કોલેજ, સભાગૃહ તારીખ: 01-09-26 આયોજક: લાઇબ્રેરી કમિટી
કાયટક્રમની રૂપરેખા
શ્રીમતી લક્મીછ બેન ચીમનલાલ મહેતા આર્ટસ કોલેજ ખાતે લાઈબ્રેરી કમિટીના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ કેળવાય અને તેઓ પુસ્તકાલયના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકે તે હેતુથી એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુશ્રી જીજ્ઞાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ કમિટીના સંયોજક દ્વારા વક્તાશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિષયની પ્રાસંગિકતા સ્પષ્ટ કરવામાં આવી હતી.
મુખ્ય વક્તવ્યના અંશો
સુશ્રી જીજ્ઞાબેન રાવલે પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરવો અને જીવનમાં પુસ્તકાલયનું મહત્વ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ આવરી લીધા.
જીવનમાં પુસ્તકાલયનું સ્થાન: પુસ્તકાલય માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી. પરંતુ જ્ઞાનનું મંદિર અને વ્યક્તિત્વ ઘડતરનું કેન્દ્ર છે. પુસ્તકો જીવનના માર્ગદર્શક બની માનવીને વિચારશીલ અને સંસ્કારી બનાવે છે.
પુસ્તકાલય સંસાધનોનો મહત્તમ ઉપયોગ: વિદ્યાર્થીઓએ સંદર્ભ ગ્રંથો (Reference Books), જર્નલ્સ, સામયિકો અને ઈ-રિસોર્સિસનો અભ્યાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો તેની પ્રાયોગિક માહિતી પૂર પાડી.
ડિજિટલ યુગમાં વાંચન ટેવ: ઈન્ટરનેટના યુગમાં પણ અધિકૃત માહીત મેળવવા માટે પુસ્તકો અને પુસ્તકાલયમાંથી વિષયવાર સાહિત્ય શોધવાની પદ્ધતિઓ સમજાવી.
સમાપન
વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પુસ્તકાલયના ઉપયોગ સંબંધિત પ્રશ્નો પૂછી સંતોષકારક માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યશ્રીએ અધ્યક્ષીય પ્રવચન આપી વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત નિયમિત લેતા પ્રોત્સાહિત કર્યા હતા. લાઈબ્રેરી કમિટીના સભ્ય દ્વારા આભારવિધી કરવામાં આવી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું.